પાછા લોગીન પર જાવ

સોફ્ટવેર કેવી રીતે use કરશો?

SMC Teacher Design Lab સોફ્ટવેર ના ઉપયોગ માટે આ સરળ Step-by-Step માર્ગદર્શિકા અનુસરો.

ભાગ ૧: પ્લાન પસંદગી અને પેમેન્ટ

પ્લાન (Pricing) પસંદ કરો

લોગીન પેજ પર નીચે "પ્રાઇસિંગ / Payment" લિંક પર ક્લિક કરો. ત્યાં તમારી જરૂરિયાત મુજબ બેંક અને વર્ષ સિલેક્ટ કરી Pay Now બટન દબાવો.

ઓનલાઈન QR પેમેન્ટ કરો

Pay Now દબાવતા જ એક Dynamic QR Code દેખાશે. તમારા મોબાઈલ (Google Pay/PhonePe) થી તેને સ્કેન કરો — રકમ ઓટોમેટિક લખાઈને આવી જશે. પેમેન્ટ પૂરું કરી તમારો UTR નંબર નોંધી લો અને ત્યાં જ આપેલી ફોર્મમાં ભરીને Submit કરો. 24 કલાકમાં એકાઉન્ટ એક્ટિવેટ થઈ જશે.

ભાગ ૨: રજિસ્ટ્રેશન અને લોગીન

1

નવું એકાઉન્ટ બનાવો

લોગીન પેજ પર "નવા યુઝર છો? નવું એકાઉન્ટ બનાવો" બટન પર ક્લિક કરો. ત્યાંથી તમારી શાળાનો ડાયસ કોડ, ઈમેલ, પાસવર્ડ, શાળાનું નામ, આચાર્યનું નામ, અને બેંકની વિગત ભરો.

નોંધ: રજિસ્ટ્રેશન પછી Admin ને Approve (મંજૂર) કરવું પડશે. Approve થયા પછી જ તમે લોગીન કરી શકશો.
2

લોગીન કરો

Admin દ્વારા Approve થયા પછી, લોગીન પેજ પર તમારો ડાયસ કોડ અને પાસવર્ડ નાખીને લોગીન કરો.

3

નાણાકીય વર્ષ (FY) પસંદ કરો

લોગીન કર્યા પછી, સૌ પ્રથમ નાણાકીય વર્ષ (Financial Year) ની પસંદગી કરો. દા.ત. 2025-26 ના કાર્ડ પર ક્લિક કરો. ત્યારબાદ Dashboard ખૂલશે.

ભાગ ૨: પ્રારંભિક સેટઅપ

4

બેંક પસંદ કરો

ટોપ બાર (Navbar ની નીચે) માં બેંક ટેબ દેખાશે. જે બેંકનું કામ કરવું હોય, તેના પર ક્લિક કરો (દા.ત. "બેન્ક ઓફ બરોડા એજ્યુકેશન બેંક").

Admin દ્વારા 2, 3, કે 4 બેંક Assign કરેલ હશે. તમને એટલી જ બેંક ટેબ દેખાશે.
5

હેડ ઉમેરો

Dashboard માં "હેડ ઉમેરો" કાર્ડ પર ક્લિક કરો. ત્યાં ગ્રાન્ટ/આવકના હેડ ઉમેરો (જેમ કે: SMC ગ્રાન્ટ, લાયબ્રેરી ગ્રાન્ટ, સ્પોર્ટ્સ ગ્રાન્ટ, વગેરે).

હેડ ઉમેર્યા વગર આવક કે શરૂની સિલક ની એન્ટ્રી થઈ શકશે નહીં. પહેલાં હેડ ઉમેરવા ફરજિયાત છે.

ભાગ ૩: ડેટા એન્ટ્રી

6

શરૂની સિલક નાખો

Dashboard માં "શરૂની સિલક" કાર્ડ પર ક્લિક કરો. હેડ પસંદ કરો, રકમ નાખો, અને "શરૂની સિલક સેવ કરો" બટન દબાવો.

ગત વર્ષની સિલક ઓટોમેટિક લાવવી હોય તો ઉપર "સિલક 01/04 પર ટ્રાન્સફર કરો" ઓરેન્જ બટન દબાવો — Automatic હેડ-વાર ટ્રાન્સફર થઈ જશે.

7

આવક જમા કરો

Dashboard માં "આવક જમા કરો" કાર્ડ પર ક્લિક કરો. હેડ પસંદ કરો, તારીખ, મળેલ આવક ની રકમ, અને (જો હોય તો) પરત કરેલ રકમ ભરો. "જમા કરો" બટન દબાવો.

8

ખર્ચ નોંધો

Dashboard માં "ખર્ચ નોંધો" કાર્ડ પર ક્લિક કરો. ત્યાં ખર્ચની તમામ વિગત ભરો:

• હેડ પસંદ કરો → તારીખ → પાર્ટી/વેપારીનું નામ → બિલ રકમ → કપાત → ચુકવવાપાત્ર

• ચેક/DD નંબર → ચેકની તારીખ → રોકડ રકમ → બેંક (ચેક) રકમ

"ખર્ચ સેવ કરો" બટન દબાવો.

ભાગ ૪: રિપોર્ટ્સ / પત્રકો જુઓ

9

Dashboard પર ગ્રાન્ટ Summary જુઓ

Dashboard ની ટોચ પર "ગ્રાન્ટ વપરાશનો ચિતાર" વિભાગમાં — કુલ પ્રાપ્ય ગ્રાન્ટ, કુલ ખર્ચ, અને કુલ બચત જુઓ. નીચે હેડ-વાર કાર્ડ્સ પણ દેખાશે.

10

પત્રકો (Reports) જુઓ

Dashboard ના નીચેના ભાગમાં દરેક રિપોર્ટ માટે અલગ-અલગ કાર્ડ છે:

બિલ રજિસ્ટર → તમામ ખર્ચ ની યાદી

રોજમેળ → મહિના-વાર દૈનિક કેશબુક

ખાતાવહી → હેડ-વાર ખાતાવહી

ચેક રજિસ્ટર → ચેક થી થયેલ ચુકવણી

પરિશિષ્ટ 8, 9, 10 → સત્તાવાર ફોર્મેટ ના રિપોર્ટ્સ

11

PDF / Excel ડાઉનલોડ કરો

દરેક રિપોર્ટ મોડ્યૂલમાં PDF અને Excel ડાઉનલોડ ના બટન ઉપલબ્ધ છે. ક્લિક કરો અને ફાઇલ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે.

PDF માં તારીખ ઓટોમેટિક 31/03/YYYY (નાણાકીય વર્ષ ની છેલ્લી તારીખ) સેટ થાય છે.

ભાગ ૫: ઉપયોગી ટીપ્સ

Mobile App તરીકે Install કરો (PWA)

મોબાઈલમાં લોગીન કરીને Dashboard ઓપન કરતા જ તમને એક "Install App" નું બટન દેખાશે. તેના પર ક્લિક કરતા જ આ સાઈટ તમારા મોબાઈલમાં એક Application ની જેમ ડાઉનલોડ થઈ જશે અને ફોનની Home Screen પર દેખાશે.

Edit / Delete કેવી રીતે કરશો?

શરૂની સિલક, આવક, અને ખર્ચ — દરેક એન્ટ્રી સામે Edit (✏️) અને Delete (🗑️) બટન છે. Edit પર ક્લિક કરતાં ડેટા ફોર્મમાં આવી જશે — સુધારો કરી ફરીથી Save દબાવો.

બીજા વર્ષ / બેંક પર કેવી રીતે જશો?

Dashboard ની ટોચ પર "બીજું વર્ષ પસંદ કરો" લીલા બટનથી FY બદલી શકાય છે. ટોપ બાર માં બેંક ટેબ પર ક્લિક કરીને બેંક બદલી શકાય છે.

પાસવર્ડ ભૂલી ગયા?

લોગીન પેજ પર "પાસવર્ડ ભૂલી ગયા છો?" લાલ લિંક પર ક્લિક કરો. રજીસ્ટર્ડ ઈમેલ નાખો → પાસવર્ડ રિસેટ લિંક ઈમેલ પર આવશે.

મદદ જોઈએ?

કોઈ પણ સમસ્યા હોય તો WhatsApp પર સંપર્ક કરો:

smcsoftware@teacherdesignlab.in


પાછા લોગીન પર જાવ